Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું નમન કરું પરમાત્માને પરમાત્માન્,
હો હો નમન તમને !

જે અનંત છે ને વ્યાપક છે,
જે ચરાચર મહીં વ્યાપક છે,
તે નમન કરું પરમાત્માને પરમાત્માન્,
હો હો નમન તમને !

તમે નામ હજારો ધારો છો,
ને વિવિધ રૂપમાં મ્હાલો છો;
છો જગતમાં તમે એક જ લીલા કરતા,
હો હો નમન તમને !

તમે મૃત્યુશોકના સ્વામી છો,
ને દુઃખ દર્દના હારી છો;
તમે કોટિકોટિ યુગધારણ કરનારા છો,
હો હો નમન તમને !

તમે પ્રેમ તમારો દો અમને,
કે દર્શન હરનિશ થાય સુખે;
મૃતકેરા એક તમે છો જીવનદાતા,
હો હો નમન તમને !

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit