Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*
માગું શ્રદ્ધા એક જ દેવ !
કર જોડી ને શીશ નમાવી આનંદે હંમેશ... માગું શ્રદ્ધા.

અતૂટ શ્રદ્ધા પહાડ જેવી સુખ ને દુઃખમાં એક,
નિત્ય નવી ક્ષણક્ષણ વધ્યે જતી, શ્રધ્ધા એક જ ટેક .. માગું શ્રદ્ધા  !

શ્રદ્ધા પ્રેમ મહીં ના લાગે મને જરીયે ફેર,
એના વિના પડે ના પ્રેમી અંતરને કૈં ચેન ... માગું શ્રદ્ધા

પાંડિત્ય નહિ, યોગ ક્રિયા ને જ્ઞાન ભલે ના લેશ,
અસીમ શ્રદ્ધા રહ્યે બધું રહે, ગયે અફળ સૌ છેક ... માગું શ્રદ્ધા  !

- શ્રી યોગેશ્વરજી

 

Add comment

Submit