Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હરિનું નામ રસાયન સાચું સેવી લે ભાઈ રે,
તન ને મન અંતરની સૌ પીડા રે ના કાંઈ રે.

યોગ જ્ઞાન ને ધ્યાનનો સાર, આ પ્રેમનો મારગ રે,
એનો પાંથ બની જા તું, સધાયે સ્વારથ રે.

બની વ્યાકુલ પ્રેમે પોકાર હરિને દિલથી રે,
દોડી આવશે તારી પાસ સુણી તારી વિનતી રે.

નામ એક જ સાધન સાચું મુક્તિ મારગનું રે,
બીજું સાધન કાચું કહ્યું, નથી ખરે ખપનું રે.

તાર્યા શબરી વિભીષણ નામે, તને પણ તારશે રે,
હરિચરણોનો દાસ બન્યે ચાહે તે પામશે રે.

જાય વેગથી જીવન મોંઘું સુધારી લે બાજી રે,
નામ રસમાં ડૂબી જા તો પ્રભુજી થાય રાજી રે.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

Add comment

Submit