Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હવે તમે કેમ કરો છો વાર ?

આધાર તમારો છે મારે, તમે જ તારણહાર;
ડૂબી રહ્યો અનંત અબ્ધિમાં, કેમ કરો ના પાર ? ... હવે

શરણાગત વત્સલ છો એવું શ્રવણ કર્યું કૈં વાર;
શરણાગતને સત્કારો ના, સદ્ય કરો ઉદ્ધાર ... હવે

કોટિ પ્રયત્ન કરે કોઇયે તો પણ પામે હાર,
અનુગ્રહ મળે અમોઘ તો તરે હોય ભલેને ભાર ... હવે

તપ જપ જ્ઞાન યોગ ના મુજમાં, સમજું સર્વ અસાર;
રતન રંકના બનો હવે તો તમે જ કેવળ સાર ... હવે

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit