Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમારી યાદ નિરંતર આવે.
તમારા વિના જીવન મુજને
સ્વપ્ને પણ ના ભાવે ... તમારી યાદ

માનસરે હંસ મળ્યા જેવા
ન્હાયે ને ન્હવરાવે,
મનની વૃતિ તમારે ચરણે
તેમ જ પૂજા લાવે ... તમારી યાદ

રગરગ એક તમારું મંગલ
ગીત ચિરંતર ગાવે;
સાથ તમારા સ્વાદ વિના ના
બીજું કૈંયે ફાવે ... તમારી યાદ

પૂરણ પ્રેમી ભક્ત તમારો
ફકત જગતમાં કહાવે;
કૃપા કરો કે તપે હવે ના
લેશ વિરહને તાવે ... તમારી યાદ

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit