Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમોને જોયા રોજ કરું !
આશા નથી અન્ય કૈં મારી,
રોયા રોજ કરું ! ... તમોને

કોટિ ચંદ્રથી રૂપ તમારું
ચારૂ ને મધુરું;
સુમન સુવાસિત તેમ પ્રકાશિત
સ્નેહ છલ્યું સઘળું;
પલક ન પાડું, જોંઉ તેને,
અમૃત આંખ ભરું ... તમોને

એક ક્ષણ એ રૂપ તમારું
સ્વપ્ને ના વિસરું;
આ અવનીમાં ભલેને પછી
ચાહે ત્યાં વિચરું
ચરણ સમીપ મૂકીને મસ્તક
ધોયા રોજ કરું ... તમોને

વૈભવ મળે મને એ મોટો
ત્યારે ભાગ્ય ખરું;
ત્યારે ભ્રાંતિ બધી ટાળીને
સાચે સાચ ઠરું.
સુમન સમાન તમારી સાથે
સોહ્યા રોજ કરું ... તમોને

મુક્તિની ના મને કામના
તમને ફકત વરું;
સિદ્ધિ એ મારે મન મોટી,
એ કૈવલ્ય ખરું;
તમારી જ રસમય નૌકામાં
દિન ને રાત તરું ... તમોને

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit