હે નચિકેતા તું માગ, અન્ય કૈં નચિકેતા તું માગ.
આ વરદાન તણો રાગ, છોડ આ વરદાન તણો રાગ.
પુત્ર તેમ પૌત્રને લે તું સૃષ્ટિનું સામ્રાજ્ય,
હસ્તિ-અશ્વ-પશુધન માગી લે વૈભવ પારાવાર;
અનંત સમય સુધી જીવી લે કર જીવનનો ફાગ ....અન્ય કૈં
અનંત ધન યૌવનને આપું પૂરણ કામ કરું,
રતિ કરતાં પણ રૂપવતી આ રમા ચરણ ધરું;
મૃત્યુ પછી શું થાય જીવનું એ જિજ્ઞાસા ત્યાગ ....અન્ય કૈં
- શ્રી યોગેશ્વરજી

