Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

તમે મારી રક્ષા આજ કરો.
ચિંતા ભીતિ બધીયે મારી કરતાં કૃપા હરો ... તમે મારી

ભવસાગર છે ખૂબ ભયંકર સુદુસ્તર સઘળો,
નૌકા રૂપ બનીને સત્વર પ્રેમે પાર કરો ... તમે મારી

રક્ષક કોણ અહીં છે મારું, અરજી ધ્યાન ધરો,
સર્વસમર્થ સૃષ્ટિના સ્વામી શ્રમ ટાળો સઘળો ... તમે મારી

કૃપા કરો તો કઠિન કશું ના, શબમાં પ્રાણ ભરો,
શરણાગત વત્સલ મહિમા સાર્થક કરે ખરો ... તમે મારી

- શ્રી યોગેશ્વરજી

Add comment

Submit