Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સરજો અહીં ને અહીં સ્વર્ગલોક ભાઈ !
અનેરી આ અવનીમાં કમી નથી કાંઈ,
આનંદની હેલી છે રસની હો ભાઈ ! ... સરજો.

હરિએ બધેય દીસે પૂર્ણ હેત સિંચ્યું,
નથી કીધું હેત તમે નથી હેત પ્રીછયું;
હોળીને જગાવી દીધી જલાવી દિવાળી ... સરજો.

પીયૂષનું પાન બધે પૃથિવીમાં આપણી,
કરી દીધી માનવે છે હાથે કરી તાપણી;
વિષના વંટોળ ચારે કોર કર્યા ચાહી ... સરજો

પ્રેમ ને દયાને ધારો, મમતા પ્રજાળો,
સરજવા સ્વર્ગ હવે જીવનને હારો;
નરકની નિશાની દો સૌએ મળી ટાળી ... સરજો.

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)

 

Add comment

Submit