ૐ નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવાય જો ભાવે ભજાય,
માયા ને મમતાના બંધ કપાય.
ૐ નમો ભગવતે વાસુદેવાય.
મૃત્યુ મરે ને અમર થવાય,
અક્ષરધામમાં વાસ કરાય.
ૐ નમો ભગવતે વાસુદેવાય.
મુક્તિને માટેનો મારગ સીધો,
સંત મહંત ને શાસ્ત્રોએ કીધો,
ૐ નમો ભગવતે વાસુદેવાય.
- શ્રી યોગેશ્વરજી

