Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હું તો થઈ ગયો છું દાની,

કોઈ ઘર દે, કોઈ ધન દે, કોઈ દેતા પાણી,
અન્નદાન કોઈ દે દાની, શ્રેષ્ઠ સર્વથી જાણી ....હું તો

વસ્ત્રદાન કોઈ દે, કોઈ વિદ્યા દેતા પાળી,
કોઈ શાંતિ કરે સંસારે, ઘરે શિખામણ શાણી ....હું તો

દિલનું દાન દઈ દીધું મેં, તમને મારાં માની,
તન મન ધન ઓવારી દીધું, વેચ્યાં વિચાર વાણી ....હું તો

‘પાગલ’ બની પ્રેમ વરસાવો, કમી રહે ના કાંઈ,
બડભાગી જીવન થૈ જાયે, પ્રેમ તમારો માણી ....હું તો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit