Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સૂરજનો રસ ખૂટે ન કદી.

રોજ સવારે કિરણો એનાં રહેતાં સફર કરી,
ધરતી સાથે રાસ રમે છે જડચેતનમાં મળી,
થાકે કંટાળે ન ઘડી ....સૂરજનો

વારેવારે ઋતુઓ આવે હરેક વખત નવી,
પ્રકાશ ને આશાનાં ગીતો ગાયે કૈંક કવિ,
એને વિધ્ન શકે ન નડી ....સૂરજનો

ગરજે જુગજુગથી સાગર આ જોઈ ચંદ્ર વળી,
કવિતા એના કોમળ હૈયે કેવી દિવ્ય ભરી,
ઊછળે ભલે શકે ન અડી ....સૂરજનો

દિવસ રાતના અખંડ ફેરા, સરિતા જાય સરી,
કોઈને ના થાય નિરાશા મૈત્રી મિષ્ટ મળી,
કોઈ પડે કદી ન લડી ....સૂરજનો

‘પાગલ’ પ્રાણ તમારે માટે તલસે ઘડી ઘડી,
રસ ના ખૂટે અખંડ એનો, પામે પ્રેમ જડી,
થાય ના હતાશ શુષ્ક કદી ....સૂરજનો

 - શ્રી યોગેશ્વરજી

Add comment

Submit