Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આ જીવન છે બહુમૂલ.

તમારા વિના છેક જ નીરસ અશાંતિની જડ મૂળ;
તમે સ્વીકારો તો જ સુશોભિત,નહિ તો કેવલ ધૂળ. ... આ જીવન

તમારું કર્યું બચપણથી તો સ્પર્શ કરો અણમૂલ,
સુધા દાન દો, પ્રેમમોહિની થકી ભરી દો ખૂબ.... આ જીવન

હમેંશના સહવાજ કાજ આ હૃદયમાં થતી શૂળ,
વેદના થતી દિલમાં મટશે સ્પર્શથકી ના ભૂલ.... આ જીવન

હંમેશના સંસર્ગ કાજ આ પ્રાણમાં ઉઠે સૂર,
વરસાદ પડે ત્યારે પ્રેમળ છેક જ બને કરૂણ. .. આ જીવન

- શ્રી યોગેશ્વરજી