Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ભૂલવા ચહું તો ય પ્રેમ આ, તમારો ન ભૂલાયે !

રૂંવેરૂંવે વ્યાપ્યો તે તો, શ્વાસોશ્વાસે જાગે;
રક્તમહીં રણકાર કરે ને, ગાયે નવનવ રાગે
યાદતમારી સ્વભાવ મારો, ગદ્ ગદ બનું હરકાળે! ... ભૂલવા

લીલી કરી તમે મુજ વાડી, ચેતના ભરી અંગે;
રસમાં રહીશ મહાલી, સ્વાદુ તમારે સંગે,
કૃતાર્થ જેમ દિવાળી બંને ઉજવશું આનંદે. .... ભૂલવા

- શ્રી યોગેશ્વરજી