Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

દેવદર્શને આજ મહારું
હૃદય ખરેખર પાવન થયું.

દિવસ આજનો ધન્ય મહારો
આજ મહારે પર્વ થયું,
ત્રિતાપ મારા ટળી ગયા ને
દૈન્ય સમસ્ત વિનષ્ટ થયું !

દેવચરણની રજને શિરપર
ધારી મેં તો નર્તન કર્યું;
દેવવચનની અમૃતધારા
તેનું આજે પાન કર્યું.

ધન્ય દેવ ! આવીને આજે
પવિત્ર મંદિર મારું કર્યું;
અંતરને ઢાળીને સંતન-
દેવ, નમું બહુવાર નમું.

- શ્રી યોગેશ્વરજી