જાગે ગગને ચાંદ, સુંવાળા વાદળની શય્યા
તોયે જાગે ચાંદ, જાગે ગગને ચાંદ
શોક શું ભારી ચિંતા શાની, આંસુ છવાયા લાખ,
અજ્ઞ ન જાણે તેથી માને, તારલિયા એ આભ !
એમ મને પણ નિદ્રા નાહીં,કોમલ શય્યામાંહ્ય;
તારા વિના સુંવું શું મારે, હે રસનિધિ, રસનાથ !
દુઃખ મટે ના જગના ત્યાં લગ ના મીંચાશે આંખ,
જો આવે તો હવે ન છોડું,અતૂટ ભીડું બાથ !
અમૃતની ધારા પામીને, છાંટું જગની માંહ્ય,
નવજીવનના નિર્ઝર છુટે, તે દિવસે આરામ !
- શ્રી યોગેશ્વરજી

