Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સંકટમાં પ્રેમ તારો કરી છો બધાયે જાણે
મારે તો સુખે ય તેનો ભોગવવો સ્વાદ;
વિપત્તિમાં યાદ તારી વારંવાર છોને આવે,
વૈભવ મહીંયે તને કરું હું તો યાદ !

સુધા કેરી વૃષ્ટિ ચારેપાસ થાય તે છતાંયે
મારે તારો સ્પર્શ એમાં પામવો રસાલ;
ભોગના સિંહાસને વિરાજીને ય મારે મારો
રથ તો છે સોંપવાનો ફક્ત તારે હાથ !

તારા પ્રેમથી જે શોભે રંક કહે કોણ તેને,
શાને તે દરિદ્ર બને રહે કાં કંગાલ;
પતિતપાવન તારા પ્રેમથી મસ્તાન રહું,
બાહ્યરૂપમાં યે બની રહીશ સમ્રાટ !

- શ્રી યોગેશ્વરજી