MP3 Audio
*
ઓ પંખી રે, તેં ઉડવાનું ના જાણ્યું !
કયા દેશથી આવીને આ પીંજરમાં ઝકડાયું,
અરે અભાગા ! એટલું દુઃખ કે ગાઇ શકે ન ગાણું ! ...ઓ પંખી રે
સ્વર્ણપીંજરે હવે સદાને માટે છે સપડાયું,
પાંખ હતી તો કેમ ઉડ્યું ના, હતું હજી તો વ્હાણું ! ...ઓ પંખી રે
અરે અભાગા, અભાગી જ આ પીંજરમાં મલકાતું,
સ્વતંત્ર રૂપે પંખી જોને પેલું વન ઉડનારું. ...ઓ પંખી રે
છટપટાય ના તારી પાંખો, અરે તું હિમ્મત હાર્યું,
પરાધીન જીવન આ તારું, આમ જ જનાર સારું. ...ઓ પંખી રે
ઉડી લે હજી ફરીવાર તું ઓ પંખી મદમાતું,
ફરીવાર જોજે ના આવા પીંજરમાં ઝકડાતું. ...ઓ પંખી રે
- શ્રી યોગેશ્વરજી

