Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ન જાણે કેટલા દિનથી તને હું ઢૂંઢતો ફરતો,
ન જાણે કેટલા દિલથી હતો હું ઢૂંઢતો ફરતો !

પહેરી પ્રેમથી કંઠી તિલક શ્રદ્ધા તણું ધારી,
લગાવીલગન દિલની દિલરુબા નિશદિન લઇ ફરતો.

સવારે સાંજરે કે રાતમાં પણ ભૂલતો ન હતો,
ભરીને વેદના વહ્નિ જગતમાં ઝૂરતો ફરતો !

થયો પાવન પળે ત્યાં આપણા અંતર તણો સંગમ
તરત ત્યારે પિછાન્યું ઢૂંઢનારો હું મને જ હતો !

- શ્રી યોગેશ્વરજી