Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગીતોની ગંગા યમુનાને વિશ્વમાં વહાવું !
આશા છે ઉરમાં એવી કે તમારો કહાવું ! ... ગીતોની

અંતરની ગંગોત્રી ને જમનોત્રી જે કહો તે,
પાવન છે તેને સ્પર્શે આ ગીતો બધાં યે;
નિર્મલ ને નેહ ભરેલા આ સરોદો વહાવું,
સંવાદી છેક ન્યારા; ને તમારો કહાવું ! ... ગીતોની

પાવન હો પ્રાણ એથી, પૃથ્વી હો શાંત તેથી,
સંતાપ શાંત હો એથી ને પીડો પણ હો હેઠી;
નવરચનામય ઉર-લહરીને બધે યે વહાવું,
ને તનમનના મેલ બધાયે સદાયે વહાવું ! ... ગીતોની

છો સ્નાન કરે કૈં એમાં, પલટાવે જીવન તેમાં,
છો કાગ હંસમય થાયે ને પાપી પુણ્યે નહાયે;
નવ-પ્રાણ-પ્રકાશ ભરેલી કવિતા વહાવું,
કર્કશતા ક્લેશ શમાવીને સૃજનને સુહાવું ! ... ગીતોની

દર્શન આચમને સ્પર્શે ઉર ઉભરાજો નિત હર્ષે,
'પાગલ' આતુર જે તરસે તે ઉત્સવ છોને કરશે;
યુગયુગ સંદેશ ધરે એવી સરિતા વહાવું,
દિગ દિગમાં એક તમારો હું મહિમા વહાવું !...ગીતોની

- શ્રી યોગેશ્વરજી