Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ગાયક તમે કર્યો છે મુજને, ગીત સદા ગાઉં,
પિયૂષ આ પૃથ્વીમાં ફરતાં પીઉં ને પાઉં !

કદી હિમાલયનાં શૃંગો પર ને જંગલ જાઉં,
સમુદ્ર તટ પર કદીક રણમાં, રસગંગા લાવું ! ... ગાયક

પ્રેમશાંતિના સરોદ છેડું બીજ મધુર વાવું,
ફાલે ફૂલે ફોરમ આપે, ગીત નવાં ગાઉં !

કટુતા તેમ વિષાદ વિશ્વનાં ખરેખર વહાવું,
બ્રહ્મા બની રચું, સંગીત સર્જેલ સુહાવું ! ... ગાયક

મધુર રાગથી ભર્યો છે મને, તમારું જ ગાઉં,
ગીત તમારાં કહો પછીથી કવિ કેમ કહાવું ?

આ માટે છે મને મોકલ્યો, ન્હવરાવું ન્હાવું;
તમે પરબ પ્રેમ તણી માંડી, તેમાંથી પાઉં ! ... ગાયક

- શ્રી યોગેશ્વરજી