MP3 Audio
*
વીણા તારી અંદર જો વાગે.
શંખ મૃદંગ વિવિધ વાજિંત્રો, હૃદય ભરે છે રાગે;
સૂર અનેક અન્ય પણ જોને, અનાદિ એવા જાગે. ... વીણા
વાગળ ગગડે, ઘંટારવ ને, સાગર પણ ગાજે;
સંગીત શરૂ થયું અનેરું, અગણિત કૈં રાગે. ... વીણા
સંતકૃપાથી સુણ એને તો ભ્રાંતિ બધી ભાગે;
સુરતાને સાંધી લે એમાં, મુક્તિ નહીં માગે. ... વીણા
સહજ સમાધિતણું સુખ પામે, અંદર જો જાગે;
'પાગલ' પ્રીતમ પ્રભુને મળતાં, વિલંબ ના લાગે ... વીણા
- શ્રી યોગેશ્વરજી

