Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

વીણા તારી અંદર જો વાગે.

શંખ મૃદંગ વિવિધ વાજિંત્રો, હૃદય ભરે છે રાગે;
સૂર અનેક અન્ય પણ જોને, અનાદિ એવા જાગે. ... વીણા

વાગળ ગગડે, ઘંટારવ ને, સાગર પણ ગાજે;
સંગીત શરૂ થયું અનેરું, અગણિત કૈં રાગે. ... વીણા

સંતકૃપાથી સુણ એને તો ભ્રાંતિ બધી ભાગે;
સુરતાને સાંધી લે એમાં, મુક્તિ નહીં માગે.  ... વીણા

સહજ સમાધિતણું સુખ પામે, અંદર જો જાગે;
'પાગલ' પ્રીતમ પ્રભુને મળતાં, વિલંબ ના લાગે ... વીણા

- શ્રી યોગેશ્વરજી