if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

ડરે જો દર્દથી તો કદમ આ પંથે નહીં ભરતો,
ડરે જો અશ્રુથી તો પ્રેમના દ્વારે નહીં મથતો.

હૃદયમાં વાસના તારે પ્રતિષ્ઠા ભોગને કાજે,
ડરે પોકારથી તો પ્રેમને માટે નહીં મથતો.

ગુલાબી રાહમાં ફરવા સદા ઇચ્છા રહી મનમાં,
ડરે કંટક થકી તો ભૂલથી પણ ના અહીં ફરતો.

પ્રણયને બાંધવા માગે, મથે પરિસીમ કરવાને,
વિલોકે જો ન વસુધામાં પ્રણયને દ્વાર ના રડતો.

જલાવે ઇશ્ક અંગારે, બની તલવાર એ કાપે
કપાતાં દાઝતાં ડરતો અમારી સાથ ના ભળતો !

ખુદી દે આગમાં બાળી બની 'પાગલ' સદા ભાઇ !
નિરંતર જો હું હું કરતો અમારી સાથ ના મરતો !

લૂંટી લે પ્રેમ અંતર તેમ ભિક્ષુક શા બનાવી દે,
બને ના બાદશાહ છતાં તન નહીં વ્યર્થ તો વહતો.

અનોખી એક દ્રષ્ટિમાં બલિ થવા નાતું તત્પર હો,
દિવાનાપન થકી ડરતો સ્વયંવરમાં નહીં ભળતો.

ન લાગે ઇન્દ્ર ને નૃપ અન્ય સૌ પદધૂલિના જેવા,
રમે તર્કેવિતર્કે તો ફરી પગલાં નહીં ભરતો.

- શ્રી યોગેશ્વરજી

We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.