મુખે તારું નામ, હૃદયે તારું ધ્યાન !
મંગળ મંજુલ પાવનકારી મુખમાં તારું નામ,
રસગંગામાં સ્નાન કરાવે હૃદયે તારું ધ્યાન. ... મુખે તારું નામ
સ્મરણમનન તારુંજ મન મહીં તારું રૂપ વિરાટ,
સંધ્યા ઉષા ચરણમાં તારે વિહંગ મારો પ્રાણ. ... મુખે તારું નામ
તું જ પ્રિય ગુરુ બંધુ તું જ તાત માત,
તું જ મારે મિલકત ભારી તું જ મારે શ્વાસ. ... મુખે તારું નામ
બીજે મારે નહીં આશા આ જ રહો ભાગ્ય,
મારી સાથે પ્રેમ કરી તું યે હો બડભાગ. ... મુખે તારું નામ
હવે મને શી પરવા છે મુખે તારું નામ,
ધન્ય' પાગલ’ જે ક્ષણ તુજને લાગ્યું મારું ધ્યાન. ... મુખે તારું નામ
- શ્રી યોગેશ્વરજી

