અમે ગિરિગુફામહીં વિવિધ આસને રાજતાં,
પ્રસન્ન નિત પુષ્પ જેમ દિન રાતને ગાળતાં;
અમે હિમભર્યાં રહે શિખર ત્યાં રહી રાચતા,
નદી તટ પરે કદીક રસમસ્ત આનંદતા.
પડે કટુક કષ્ટ તો પણ અમે રસે રાચતા,
કદી તરસ ભૂખને પણ સહી દિનો કાપતા;
સૂતાં નવ કદી, કદી સતત અશ્રુ યે સારતા,
પળેપળ વિષાદ મગ્ન જન કાજ સૌ પ્રાર્થતા.
ગુલાબ મધુર વાસ દે અગણ કંટકો કિન્તુ ત્યાં,
નદી મધુર આવતી કઠિન ભૂમિ હોવા છતાં;
અમેય ત્યમ આજ કષ્ટ સહતા રહી એકલા,
પરંતુ યુગને મનુષ્ય પરખી શકે કેમ હા !
લઇ પુનિત એક ધૂન ઉરમાં અમે રાચતા,
હજાર ઇશુ જન્મશે યદિ થશે અમારી ચિતા.
- શ્રી યોગેશ્વરજી

