Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

 MP3 Audio

*

ફકત અમે પ્રેમના પૂજારી, અમે પ્રેમના પૂજારી.

પ્રેમની જ દુનિયામાં રમતા અમે થયા.
આંખડી જ્યારથી ઉઘાડી ... અમે.

પ્રેમભરી માતાએ પ્રેમભીના હાથથી
ગળથૂથી પ્રેમની પાઇ ... અમે.

પ્રેમની જ વાત અમે એકાકી જાણીએ,
પ્રેમ જ આલાપીએ, પ્રેમ જ પરમાણિયે,
મદિરા છે પ્રેમની પાઇ ... અમે.

પ્રેમનાં જ આંસુ ગણી ફૂલડાં ચઢાવીએ,
શીશ સદા પ્રેમદેવ-ચરણોમાં ઢાળિયે;
મસ્ત અમે 'પાગલ' પૂજારી ... અમે.

શાંતિ આનંદની અમારી પ્રસાદી,
એકરૂપ બનવું એ મિલકત અમારી,
ધન્યતાની વાત ક્યાં ગાવી .... અમે.

પૃથ્વી ને સૂર્ય ચંદ્ર ફરતાં આ થાકશે,
સાગર ને સંત કરી મર્યાદા ત્યાગશે;
પૂજા થશે નહીં ઠાલી ... અમે.

- શ્રી યોગેશ્વરજી