Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રેમ કરી પ્રભુજી, મારે દ્વારે આવોજી,

મન મંદિરમાં મૂર્તિ તમારી જોઉં હમેશાં ધારીધારી;
પ્રકટ બની જલદી, મારે દ્વારે આવો જી.....પ્રેમ કરી પ્રભુજી

ઘડીઘડી વીતે છે મારી માળા તમ નામની ચલાવી;
ધમકે છે ધમની, મારે દ્વારે આવો જી  ....પ્રેમ કરી પ્રભુજી

આવો પ્રભુ, આલિંગન આપોઃ તનમનના સૌ બંધન કાપો,
પ્રેમધારમાં સ્નાન કરાઓઃ ગાઈ ગાઈ સાથે નાચો;
મારી તો આ લગની, મારે દ્વારે આવો જી !  ....પ્રેમ કરી પ્રભુજી

બદલામાં ના માગું કાંઈ, ફક્ત પ્રેમનો હું તો ભિખારી,
મધુર દ્દષ્ટિ જો પામું તમારી: થાય મહારે મહા ઉજાણી;
મત્ત બનું રસથી, મારે દ્વારે આવો જી ! ....પ્રેમ કરી પ્રભુજી

ધૂલિ તમારા પદની પામી, અંગે અંગે રહુ લગાવી,
આજ આશ અમથી, મારે દ્વારે આવો જી. ....પ્રેમ કરી પ્રભુજી

'પાગલ’ થયો તમારા જેવો, ફેર રહ્યો છે નહીં જ એવો,
તેથી તો પ્રભુજી, મારે દ્વારે આવો જી. ....પ્રેમ કરી પ્રભુજી

- શ્રી યોગેશ્વરજી