Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મન, તમે પ્રેમ કરી જાણો ના,

પ્રેમને લઈ દઈ જાણો ના,
મન, તમે પ્રેમ કરી જાણો ના,
જાણત તો તમે સંસારમાં આ,
હોત મોહાયા કદી ના ... મન, તમે.

જે અલિ પદ્મરસે રત તે ના,
જાય કદી ફૂલ કૃત્રિમ તેમાં;
નીરનું મત્સ્ય રહે તટપે ના;
તો તો તમે રસ હોત બન્યા આ. ... મન, તમે.

દર્દ ને દુ:ખ અશાંતિના સ્વામી,
મૃત્યુની સ્વારીએ હોત વિરાજ્યા,
સંતશિરે લઈ સ્થાન સદાયે,
ઈશ્વર-પ્રેમી હોત ગણાયા ... મન, તમે.

- શ્રી યોગેશ્વરજી