Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

MP3 Audio

*

કાયાની માયાને છોડ, મૂરખ મન, કાયાની માયાને છોડ.
પ્રીતિ પ્રભુથી જોડ, મૂરખ મન, કાયાની માયાને છોડ

આ રે કાયામાં એવું તે શું છે, એની પાછળ દોડ
ચાર દિવસની ચાંદરણી આ, મમતા એની તોડ. ...મૂરખ મન.

આનંદ આવે છે કાયામાં તુજને તેનો પાડી લે ફોડ,
નેહની નજરે લેને નિહાળી, રમતો તેમાં રણછોડ ... મૂરખ મન

રૂપ નથી એનું સાચે સનાતન; છોડી દે સઘળાં કોડ,
કંચન કાયા નથી અમર એવી, સૂશે સ્મશાનની સોડ ... મૂરખ મન

હાડ ને માંસ ને માટીની માયા, કોટિ છે એમાં ખોડ,
ગંદકીનું છે ઘર એ ભારે, ત્રિભુવનમાં ના જોડ ...મૂરખ મન

'પાગલ' એ મહીં જોને પ્રભુને તાળાં બધાંયે તોડ,
કર્મ કરી લે સારાં, કિરતાર કાજે, મૂકી દેને એની હોડ ... મૂરખ મન

- શ્રી યોગેશ્વરજી