વંદન ચરણમાં મનુજ તારે !
ફૂલ ધરી રહું આજે ભાવે ! ... વંદન
દલિત પતિત દુઃખિયાંને કાજે
જેણે સ્વાર્થ તજ્યો ઉલ્લાસે;
જેની રગ રગ કંપિત થાયે
પ્રેમ દયાના એકલ રાગે.
તે ઇશ્વરને ચરણે આજે ... વંદન
શુદ્ધ થઇને અંતર સાથે
જે બીજાની ભ્રાન્તિ ટાળે;
અંધારેલા પથ પર આવી
દીપ બનીને જે પરકાશે.
મહિમા કેમ કરી કહું ગાને ?... વંદન
- શ્રી યોગેશ્વરજી

