Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

હે પ્રભુ, તારી વાગે સાંજ સવાર સિતારી ! હે પ્રભુ, તારી !

ઉદયાચલથી કોઈ ગાતી દેવી જાણે સ્વર લલકારી,
અસ્તાચલથી સંધ્યા ગાતી કેવી તારી મુગ્ધ સિતારી !

પ્રેમતણી ધારા આ ચાલી કે કરુણા છે પ્રકટી સારી;
સુંદરતા મોહકતાની બે સરિતા જેવી મંજુ સિતારી !

પળ પળ બાજે, ઘટ ઘટ ગાજે, તારી મોહક મંજુ સિતારી;
કણ કણ એના વિણ ના ખાલી,જગ જાણે છે મૂર્ત સિતારી !

જનમમરણની, ઉદયઅસ્તની, તાપછાંયની, હે પ્રભુ તારી;
કાયમ તેની પાર રહીને સુણનારાને આનંદ ભારી !

- શ્રી યોગેશ્વરજી