Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

સાધો, હું તો પ્રેમપૂજારી !

કૃષ્ણ હનુમાન બધાની વાત ક્યારની છાંડી,
ઘટઘટમાંહી સુણી લીધી છે જે ક્ષણથી જ સિતારી !

ઘટ ઘટ રાજે પ્રિયતમ મારે, રહ્યો બધેય છવાઇ,
ક્ષણ ક્ષણ મળે સુહાગરાતની મોજ, રહ્યો રસ ભારી !

સંધ્યાપૂજા ધ્યાન સાધના દીધી સઘળી છાંડી,
નથી જરીયે ફુરસદ પ્યારે પાઇ દીધી પ્યાલી !

પ્રેમતણી મદિરા પી પીને પ્રાણ બન્યો બડભાગી,
જ્યાં પડશે આ દેહ હશે ત્યાં હશે મક્કા મદિના કાશી.

- શ્રી યોગેશ્વરજી