કુંભમેળા કરતાં પણ વધારે મહિમાવાળા
આ મહીમંડળના મેળામાં તમે મને મોકલ્યો છે,
તેને માટે તમારો આભાર માનું છું.
આ મેળામાં અનેક પ્રકારનાં રૂપ અને અનેક પ્રકારના રંગો છે.
અનેક પ્રકારના રસ અને અનેક પ્રકારના રસાસ્વાદ છે.
પ્રકૃતિની એ બધી લીલાની વચ્ચે રહીને હું તમારું ગૌરવગીત ગાયા કરું છું,
અને તમને અહોનિશ મારા અનુરાગનો અર્ઘ્ય આપું છું.
મોટા ભાગના મનુષ્યો મેળાની મોહિનીમાં તમને ભૂલી ગયાં છે.
એવું મારા સંબંધમાં નથી બન્યું એનો મને સંતોષ છે.
- શ્રી યોગેશ્વરજી

