Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
જીવનમાં એકલું અમૃત જ નથી, વિષ પણ છે,
છતાં પણ વિષથી ડરી જવાનું કામ નથી.

પ્રત્યેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં,
પ્રત્યેક પગલે વિષનો પરિચય થતો રહે છે.
સુધા તો કોઈક વિરલ સંજોગોમાં સદ્દભાગ્યે જ સાંપડે છે.

વિષની સામે વિષવમન કરવાથી લાભ નહિ થાય : કોઈ હેતુ નહિ સરે.
તેથી તો વાતાવરણ વધારે વિષાક્ત અને વિકરાળ બનશે,
સ્વયં શંકર બની જા એટલે થયું.

હા; કલ્યાણકારી દેવ.
વિષ તારે માટે અમૃત બનશે; તને મહિમા ધરશે.

- શ્રી યોગેશ્વરજી