Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
શરદઋતુની સવારે પર્વતની પંક્તિ પાછળથી
લાંબે વખતે સૂર્યનાં કિરણ નીકળતાં શિશુએ સંતોષ સાથે કહ્યું :
‘આજે કેવો સરસ તડકો નીકળ્યો છે ?
ઈચ્છાનુસાર ફરવાની ઘણી મજા પડશે.’

બાજુમાં બેઠેલી માતાએ મુખને મ્લાન કરીને કહેવા માંડ્યું :
‘તડકો નીકળ્યો છે પણ તે તો સ્વલ્પ સમય પૂરતો જ છે.
આકાશમાં ધુમ્મસના વાદળ છવાયાં છે.
હમણાં બધે ફરી વળશે અને તાપને ઢાંકી દેશે.’

‘આગળ પર જે થવાનું હોય તે ભલે થાય.
અત્યારે તો તડકો નીકળ્યો છે.
એનો આનંદ લૂંટી લઈએ. પછી જોયું જશે.’
અને એ તડકામાં તપવા બહાર નીકળી પડ્યો.

- શ્રી યોગેશ્વરજી