if (window.top.location.href !== window.self.location.href && !window.top.location.href.startsWith('https://swargarohan.org/')) { window.top.location.href = window.self.location.href; }

Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
આ જીવનને ચાહું છું. પ્રેમ કરું છું. માનની નજરે જોઉં છું.
નિષ્ફળતા ને નિસાસાથી ડરનારા સાધક !
તું તારી ધ્યેયપ્રાપ્તિના પુરુષાર્થમાં સફળ નહિ થઈ શકે.

આ માર્ગમાં નિષ્ફળતા ને નિસાસા તો આવવાનાં જ.
વિધ્નો અને વેદનાની સાથે પણ કામ લેવું પડવાનું.
નિંદા, ટીકા તથા આલોચનાનો અનુભવ પણ કરવો પડવાનો;
સુધાની સાથે ગરલના ઘૂંટડા પણ પીવા પડવાના.

મિત્રો મૂકી દે, સંબંધી તારી સાથેનો સ્નેહસંબંધ તોડી દે,
તને એકલો અનાથ જેવો છોડી દે, એવું પણ બનવાનું.

એ સૌને શૂરાતન સાથે સામી છાતીએ સહન કરી શકે
એને માટે જ પૂર્ણતાના પવિત્ર પ્રવાસની પગદંડી છે :
અમૃતપદનો અવકાશ છે :

આત્મોન્નતિના સર્વોત્તમ શિખરનું આનંદપૂર્વકનું આરોહણ છે :
માટે ડર્યા વિના આગળ વધ :
વાવાઝોડાં, વહ્નિ, વરસાદ, વિનાશમાંથી યે આગળ વધ.
નિરાશ બનીને બેસી રહીશ તો પાછળ રહી જશે.
હિંમતપૂર્વક કમર કસીને આગળ વધીશ તો સુખ, શાંતિ, સંપૂર્ણતાનો સમ્રાટ થશે.

- શ્રી યોગેશ્વરજી
We use cookies

We use cookies on our website. Some of them are essential for the operation of the site, while others help us to improve this site and the user experience (tracking cookies). You can decide for yourself whether you want to allow cookies or not. Please note that if you reject them, you may not be able to use all the functionalities of the site.