Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921
'કોણ છે મારો સાથી ?'
'હું છું મારા દેવ !'
એક અસ્તવ્યસ્ત વસ્ત્રધારીએ કહ્યું.

'તું છે મારો સાથી, ઓ દરિદ્ર એવા પ્રેમી ?'
'હા પ્રભુ ! તમારી સાથે રહેવાની મને ખાતરી છે;
તમારે માટે જીવવાની ને મરવાની મારી ખાતરી છે !'

'બોલ, તું મારા જગતના કાર્યને માટે...'

'હા પ્રભુ ! હું તમારી સાથે કામ કરતાં મારું શરીર પણ ખપાવી દઈશ;
મારા રક્તનું પાણી કરીશ.'

'પણ તને ખબર છે ?
તને તે માટે પરિહાસ મળશે,
તારી અવહેલના થશે.
બહુ જ શક્ય છે કે ઈસુ ને સોક્રેટિસ તથા મન્સૂર જેવી તારી દશા થશે.'

'હા પ્રભુ !
પ્રત્યેક પરિસ્થિતિમાં તમારો પ્રેમ મારે માટે આશીર્વાદરૂપ હશે.
એટલે જ હું ઊભો છું.'

'ત્યારે તારો જરૂર સ્વીકાર થશે,
તું મારો થશે !'

- શ્રી યોગેશ્વરજી