ઉજ્જડ ધરતીનો હું વણઝારો
ને વાટિકાની તું મહારાણી;
તારી સાથે પ્રેમ કરવામાં ગૌરવ કેમ ના માનું ?
સૂકા પ્રદેશનો હું પ્રવાસી
ને લીલા પ્રદેશની તું રૂપરાણી;
તારો પ્રેમી થયો માટે મને ભાગ્યશાળી કેમ ના માનું ?
વિરૂપતાના વેશ જેવો હું માનવ
ને સૌન્દર્યના શણગાર જેવી તું મહાદેવી;
મારા પર મુગ્ધ થઈ તેને માટે ગૌરવ કેમ ના માનું ?
નિર્ધન ને જગતનાં બંધનોમાં બંધાયેલો હું બંદી,
ને ધની ને મુક્ત એવી તું રૂપરાણી;
મને તારા હૃદયનો શણગાર બનાવ્યો
તેને માટે ગૌરવ કેમ ના ધારું ?
મારી જાતને ભાગ્યશાળી કેમ ના માનું ?
- શ્રી યોગેશ્વરજી

