નયનમાં બોરબોર જેવડાં આંસુ ભરીને
દર્શનને માટે દુખાવાનું શું કારણ છે ?
સૂના મંદિરમાં દીવો બાળીને
રાત ને દિવસ એની પ્રતીક્ષા કરતાં,
વ્યાકુળ થઈ થઈ ને ઓછું લાવવાનું શું કારણ છે ?
તારો સંતોષ તો દર્દમાં જ હોય;
તારું જીવન આંસુના પ્રવાહમાં જ હોય;
કેમ કે આ કાંઈ બદલો કે વ્યાપાર નથી.
હે કમલિની જેવા મુખવાળી પ્રિયા,
તું તારી મૂક વેદનામાં જ મોજ લે !
તારા પ્રેમની ધારામાં સ્નાન કરવાના સૌભાગ્યને
તારો પ્રિયતમ અવગણી નહિ શકે.
ને ખરે, સમય જતાં
તારો પ્રિયતમ પણ તારા વિના નહિ રહી શકે.
- શ્રી યોગેશ્વરજી

