પ્રત્યેક પરમાણુ પ્રભુતાની પ્રેરક સરિતા છે,
એ તને ખબર છે ?
ને શું તું જાણે છે,
કે પ્રત્યેક પથ્થર એ પ્રાણવંત પ્રેમનું પ્રતીક છે ?
પ્રત્યેક શબ્દ કે ધ્વનિ
વિરાટ સંગીતના છૂટાછવાયા તાલબદ્ધ સ્વર છે,
ને પ્રત્યેક ક્રિયા
વિરાટની પરમ પૂજા અથવા આરાધના છે,
એ તું જાણે છે ?
આની તને જાણ નથી
તેથી જ તું જગતને અંધારી ઓરડી કહે છે
ને નંદનવનના દિવ્ય સુખથી વંચિત રહે છે !
- શ્રી યોગેશ્વરજી

