તારે માટે આટલો બધો પ્રેમ
કદાચ મારામાં ના પ્રકટત,
પણ તે દિવસે જ તેની ઉષા પૂર્ણપણે ખીલી ઊઠી.
તારો પ્રેમ મારે માટે
કેટલા બધા અનંત રૂપમાં વહેતો હતો તે મેં જોયું.
તું મને હૃદય આપતો હતો;
હું તને રજ ન આપું ?
તું મને જીવનનું પ્રદાન કરતો હતો;
હું તને દેહ ન આપું ?
તેં મને તારું સમસ્ત ઐશ્વર્ય અર્પણ કર્યું હતું;
હું તને ફૂટી બદામ પણ ના અર્પું ?
તે દિવસથી ઓ પ્રાણ !
તારો પ્રત્યેક સરોદ મારા હૃદયમાં સરી રહ્યો છે;
ત્યારથી હું ધન્ય થયો છું.
- શ્રી યોગેશ્વરજી

