Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

પ્રભુજીના ચરણમાં પ્રીત કરી (2)

સંસારીની માયા તોડી (2)
પ્રભુનાં ચરણોમાં મેં જોડી...પ્રભુજીના...

જગની રીતિ-ભીતિ છોડી (2)
બનતાં દિવાની હું દોડી...પ્રભુજીના...

માત તાત પ્રિય ના કોઈ (2)
સ્વજન બનાવ્યા છે જોગી...પ્રભુજીના...

કૃપા કરીને પાર ઉતારી (2)
મધદરિયે ડૂબતી હોડી...પ્રભુજીના...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
જગતના સર્વ પદાર્થો પ્રત્યે વહેતા પ્રેમભાવને પ્રયત્ન કરતાં કરતાં સહજ રીતે પ્રભુ પ્રત્યે વાળી દીધો.

માયા-મમતાનાં બંધનોને ફગાવીને પ્રભુના શ્રી ચરણે વળતાં નવા પ્રકાશની - નવી દિશાની પ્રાપ્તિ થઈ.

સંસારનાં સગાં કે સ્વજનો - જેમાં ગણો તેમાં - સંતોને સ્થાન મળી ગયું. સમાજની રીતભાત, મર્યાદા, બંધનોને તોડીને પ્રભુમાર્ગે મસ્ત બનવાનું સદભાગ્ય મળ્યું ત્યારે આ પદની રચના થઈ.

જીવનને પ્રભુમય બનાવ્યું તો પ્રભુએ જ જીવનને બચાવી લીધું ને ધન્ય બનાવી દીધું.
 

Add comment

Submit