Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

જય જય યોગેશ્વર ગુરુદેવ,
જય જય મહાદેવ ગુરુદેવ,
શ્રદ્ધાભક્તિ ભરી દો પ્રેમે,
જીવન-પંથે આજે...જય જય...

પાપ-ત્રિતાપથી રક્ષા કરવી,
શરણાગતની છાજે;
કૃપા કરીને દર્શન આપો,
ભવજળ તરવા કાજે...જય જય...

દર્શન આપીને અપનાવો,
સુંદર મિષ્ટ અવાજે;
મહોત્સવ કરે મન-મંદિરિયું,
દૈવી ઝાંઝ-પખાજે...જય જય...

MP3 Audio

 
રચના સમયના મનોભાવો
 
સાધકના જીવનમાં સાચા સદગુરુનો સદાકાળ જયજયકાર હો.

સાધકના જીવનની રક્ષા માટે પણ સદગુરુની ઈચ્છાનો જયજયકાર હો.

સદગુરુનાં શ્રી ચરણે સાધક પ્રાર્થે છેઃ શરણાગતની રક્ષા, દિવ્યદર્શન અને શ્રદ્ધાભક્તિની વૃદ્ધિ.

સાધકની સર્વ પ્રાર્થના પૂર્ણ બનતાં મનમંદિર મહોત્સવ કરશે જ એવી શ્રદ્ધા ભાવના વ્યક્ત થાય છે.

વિવિધ ધૂનો સાંભળી ત્યારે ગુરુદેવની એક ધૂન આ રીતે લખાઈ ગઈ.
 

Add comment

Submit