Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજ તો કરશો નહીં નિરાશ,
એવી છે અંતરની આશ.

બહુ બહુ દિનથી કરું પ્રતીક્ષા, આજ પધારો પાસ;
મંગલ વાગે વીણા ઉરની, પર્વ દિવસ છે ખાસ ... આજ તો.

દર્શન વિના કહોને સુખનો કેમ કરી અવકાશ ?
અંતરમાં તો અગન ભરી છે, મુખ પર ધરિયું હાસ .. આજ તો.

પોતાની મેળે બંધાયો દિવ્ય પ્રેમને પાશ,
શ્વાસ લઊં છું બની રહીને તમ ચરણોનો દાસ ... આજ તો.

અંધારા આશ્રમમાં આવો કરવા કાજ ઉજાસ,
રાગમય કરી દો જીવનને મધુર રમાડી રાસ ... આજ તો.

‘પાગલ’ જોજો નિજ પ્રેમીનો થાય કદી ના નાશ,
પ્રભાત પહેલાં પ્રકટ બની લો, પુનિત બને આવાસ ... આજ તો.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit