Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજની રાત અનેરી હો !
રસભર સિદ્ધિછલેલી હો, આજની રાત અનેરી હો !

અંધારી કૈં રાત ગઈ છે, આ અજવાળી હો,
અપ્સરાસમી અલૌકિક વળી અમીભરેલી હો ! ... આજની.

નવી આશ ને નવી જિંદગી, સાજ સજેલી હો;
વરદાયક ને સુંદરતાને હોય વરેલી છો ! ... આજની.

ચંદ્રપ્રકાશે ખૂબ સુશોભિત ચારુ બનેલી હો;
મધુર પવનથી પ્રસરો સઘળે સુવાસ એની છો ... આજની.

તાપવિનાશક રાત જગતને જીવનદાયક હો;
શાંતિપ્રદાયક તેમ સહાયક મંત્રમઢેલી હો ! ... આજની.

તમારા પ્રકટવાથી શોભિત મંગલ પાવન હો;
મધુર મિલનની રાત આપણી શાંતિસજેલી હો ! ... આજની.

યુગયુગ રાત રહેતી છો એ, ભય તેમાં છે શો?
‘પાગલ’ને ધ્રુવપદ દેનારી થાય અનેરી છો ! ... આજની.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit