Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

આજ અંતિમ દિવસ મારો ભરતમંદિરમાં.

સ્થાન છે મંગલ તમારું ભરતજી પ્રભુ, આ,
રમ્યતા ગંગાતણી અન્યત્ર દીસે ના;
પર્વતો શોભી રહ્યા દરવાનના રૂપમાં,
જે નિહાળે તે તરત આવી જતા સુખમાં.

આજ અંતિમ દિવસ મારો ભરત મંદિરમાં;
કરી દો તેની સફળતા સિદ્ધિના રૂપમાં;
પ્રાર્થના આ લક્ષમાં લો હે પ્રભો, મારી,
હૃદય ઉભરાઈ જશે ઉપકારથી ભારી.

માત, ‘પાગલ’ પાસ પ્રકટો આજ તો પ્રેમે,
ભરી દો એને તમારી રસભરી રે’મે;
વેદનાનો થાય અંતિમ દિવસ સાચે આ,
આજ અંતિમ દિવસ મારો દિવ્ય સ્થળમાં આ.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit