Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

કાળનું ચક્ર નિરંતર ફરે.

અંધારા આકાશે આવી સૂર્ય પ્રકાશ કરે,
ઉષ્મા પામી માનવ મલકે, ભીષણ ટાઢ ટળે ... કાળનું ચક્ર.

કષ્ટ સહન જે કરે, વેદના આજ સહન જે કરે,
કાલ વિજયને વરે, ખરે તે કાલ વિજયને વરે ... કાળનું ચક્ર.

સંકટ સાચે નથી સનાતન; વાદળ જેવાં‌ મળે,
વ્યોમ મળીને વિખરાયે એ, સંકટ તેવાં ટળે ... કાળનું ચક્ર.

આંસુ ભલેને આજે સારે, અશાંતિ પણ ના ટળે;
પ્રાર્થના કરે મૂક હૃદયથી, ઉત્તર પણ ના મળે ... કાળનું ચક્ર.

જે ઝંખે તે જરૂર પામે, વિરહ-તમિસ્ત્ર ટળે;
પ્રાર્થે તેને ઉત્તર મળતો, અંતે હેતુ સરે ... કાળનું ચક્ર.

વ્યથાથકી વિહ્વલ ના બનતા, ધૈર્ય સદાય ધરે;
ગભરાયે ના ગિરિગહવરથી, તેને મંગલ મળે ... કાળનું ચક્ર.

‘પાગલ’ કહે સહી લે સંકટ, જોજે શોક કરે;
કાલ વિજય નક્કી મળવાનો, ક્રમ કો’દી ના ફરે ... કાળનું ચક્ર.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit