Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

મને તમે કેમ વિસાર્યો છે ?
નજર કરો ના મારા પર કાં, ઉર ના ધાર્યો છે? ... મને.

પ્રેમ કરું છું પુષ્કળ તમને, તોય વિસાર્યો છે;
અંતે તજશો? આજ સુધી તો પ્રેમે પાળ્યો છે ! ... મને.

સંકટસાગરથી સંભાળી મુજને તાર્યો છે;
દીર્ઘ તમારો વિરહ છતાંયે કેમ ન માર્યો છે? ... મને.

આજ સુધી તો ભક્ત તમારો કોઈ ન હાર્યો છે;
નિર્બળને પણ બલ આપીને છેક ઉગાર્યો છે ! ... મને.

યાદ કરીને સમય ખરે મેં ખૂબ જ ગાળ્યો છે;
‘પાગલ’ને યાદ કરી લો એ તનમન વાર્યો છે ! ... મને.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit