Swargarohan | સ્વર્ગારોહણ

Danta Road, Ambaji 385110
Gujarat INDIA
Ph: +91-96015-81921

રોજ પ્રભાતે પ્રતીક્ષા કરું,
ધ્યાન તમારું ધારી.
ક્યારે કરશો કૃપા તમારી,
આશા ફળશે મારી ?
... રોજ પ્રભાતે.

વ્યથા તેમ ચિંતાને ટાળી,
તેમ નિરાશા વિચાર મારી,
દુર્બળતા છેક જ સંહારી;
નિત્ય નવું બલ ધારી.
... રોજ પ્રભાતે.

શ્રદ્ધાની રસજ્યોત જગાવી,
ચંચલતાને દૂર ફગાવી,
લગન તમારી એક લગાવી,
મારગ રહું નિહાળી.
... રોજ પ્રભાતે.

કરો પ્રતીક્ષા પૂરી ક્યારે ?
એ જ ઝંખના હૈયે મારે;
‘પાગલ’ પાવન બનશે ત્યારે,
રૂપ તમારું ભાળી.
... રોજ પ્રભાતે.

- © શ્રી યોગેશ્વરજી

Add comment

Submit